Vaisnava Jana To Tene #
Krsna Kirtana Songs est. 2001 www.kksongs.org
Home ⇒ Song Lyrics ⇒ V
Song Name: Vaisnava Jana To Tene
Official Name: None
Author: Narasi Mehta
Book Name: None
Language: Gujarati
LYRICS:
(૧)
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે
(૨)
સકળ લોક મા સહુને વન્દે નિન્દા ન કરે કેની રે
વાચ કાચ મન નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે
(૩)
સમ દૃષ્ટી ને તૃષ્ણા ત્યાગે પર સ્ત્રી જે ને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પર ધન નવ ઝાલે હાથ રે
(૪)
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન માં રે
રામ નામ શૂં તાળી લાગે સકળ તિરથ તેના તન માં રે
(૫)
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈંયો તેનો દરશન કર્તા કુળ એકોતેરે તાર્યાં રે
UPDATED: October 21, 2015